- Get link
- X
- Other Apps
Visit us more sites
એમ જન-મન અભિયાન અંતર્ગત રાજપીપલા ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન-અમલવારીની સમીક્ષા અર્થે નાંદોદ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઇ
- Get link
- X
- Other Apps
એમ જન-મન અભિયાન અંતર્ગત રાજપીપલા ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન-અમલવારીની સમીક્ષા અર્થે નાંદોદ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઇ
સરદાર ટાઉન હોલ-રાજપીપલા ખાતે તા.૧૫મી નવેમ્બરના રોજ પીએમ જન-મન અને DA-JGUA અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે
--------
રાજપીપલા, સોમવાર :- ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિમજૂથોના વિકાસ માટે "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન PM-JANMAN અને DA-JGUA (ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન) કાર્યક્રમ જાહેર કર્યો છે. આ અભિયાન અંતર્ગત તા.૧૫/૧૧/૨૦૨૪ના રોજ રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. તેના આયોજન- અમલવારી સંદર્ભે નાંદોદ મામલતદાર કચેરી ખાતે શ્રીમતી પદમાબેન ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને અલગ-અલગ જવાદબારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં તમામ વિભાગોનો સંપૂર્ણ સહયોગ-સહકારથી કામગીરી કરવા અને સંયુક્ત રીતે સુચારૂ આયોજિત કરવા અંગે સૌ અધિકારીશ્રીઓને સોંપાયેલી કામગીરી સુપેરે પાર પાડવા માર્ગદર્શન પુરૂં પડાયું હતું.
પીએમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ-જવાની વ્યવસ્થા, સ્ટેજ પરથી લાભ મેળવનાર લાભાર્થીની અલાયદી વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનાર વિવિધ સ્ટોલની કામગીરી, ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે એલઈડી સ્ક્રીન તેમજ વીજ પુરવઠો અવિરત ચાલુ રહે, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, તબીબી વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવણી સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેની અમલીકરણ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના દિવસે વિવિધ વિભાગોના આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભો પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, PM-JANMAN અને જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિમજૂથોના ઉત્થાન માટે જરૂરી એવી સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે, આ વિસ્તારોમાં પાયાની સુવિધા મળી રહે તે સુનિશ્રિત કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ ૧૭ જેટલા મંત્રાલયો સાથે સંકલન કરી અભિયાન મારફત ઝુંબેશ રૂપે વિકાસનાં લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રણજીતભાઈ કટારિયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંતભાઈ દવે, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, નાંદોદ-ગરૂડેશ્વર અને તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.
000000
Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment