- Get link
- X
- Other Apps
Visit us more sites
- Get link
- X
- Other Apps
નર્મદા જિલ્લામાં બાળ સુરક્ષા એકમ દ્વારા ઇન્ટરનેશનલ એડોપ્શન માસની ઉજવણી કરાઈ
----
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને સાગબારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ. બાલ સુરક્ષા અધિકારી શ્રીમતી લોપાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા એકમના સ્ટાફ, ડોક્ટર-નર્સ અને આશા વર્કર બહેનોએ સંયુક્તપણે એડોપ્શન મંથની ઉજવણી કરી હતી. જ્યાં બાળકોના દત્તક પ્રક્રિયા તથા બાળકોને લગતા કાયદાઓ અને યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નિરાધાર બાળકોના સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમની કામગીરી નોંધનીય છે ત્યારે આવા તરછોડાયેલા બાળકો ધ્યાનમાં આવતા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા માટે પણ સૌને માર્ગદર્શિત કરાયા હતા. વધુમાં કાર્યક્રમમાં જાતિય સતામણી વિરુધ્ધ રક્ષણ આપતો કાયદો -2012, બાળ લગ્ન - બાળ મજૂરી કાયદો, ફરજીયાત શિક્ષણનો કાયદો તેમજ બાળકોના હિતાર્થે સરકારની પાલક માતા-પિતા યોજના, શિષ્યવૃત્તિ લક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ નશા મુક્ત ભારત માટેની સામુહિક શપથ લીધા હતા.
#CollectorNarmada #GujaratInformation #JillaPanchayatNarmada
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment