રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં માલ સામોટ ખાતે એક પેડ માં કે નામ કાર્યકમ યોજાયો

 

માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવાનો અને માતાનું ઋણ ચૂકવવાનો વિચાર એટલે 'એક પેડ માં કે નામ' - રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

-------

રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં માલ સામોટ ખાતે એક પેડ માં કે નામ કાર્યકમ યોજાયો

-------

રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

------

રાજપીપળા, ગુરુવાર :- દેડિયાપાડા તાલુકાના માલ સામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવી, દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યકમ યોજાયો હતો. બાદમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.


'એક પેડ માં કે નામ' કાર્યકમમાં સહભાગી નાગરિકોને સંબોધતા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની મુશ્કેલી સામે ઝઝૂમી માનવીને સ્વસ્થ જીવન પુરું પડવાના માર્ગો સોધી રહ્યું છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે 'એક પેડ માં કે નામ' અભિયાનનો વિચાર આપ્યો છે. આ વિચાર એટલે માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવાનો અને માતાનું ઋણ ચૂકવવાનો અવસર છે. સૌને પોતાની માતાના નામે આ વૃક્ષ યાદ રહેશે‌ અને આ અભિયાનથી લોકોમા જાગૃતિ પણ આવશે. 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સામે 16 કરોડ રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ રહેલો છે. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનમાં સૌને જોડાઈને વૃક્ષો રોપવા - ઉછેરવા અને પોતે વાવેલા વૃક્ષની મુલાકાત લઈ તેનું જતન કરવા સૌને અપિલ કરી હતી.


‌વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આદિવાસી સમાજ માટે સરકાર હંમેશા ચિંતિત છે. વન અધિકાર કાયદા અંતર્ગત આદિવાસી સમાજને ન્યાય આપવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડ થકી રૂપિયા 10 લાખ સુધીની વિના મૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 


મંત્રીશ્રીએ કહ્યું કે,‌ સાપુતારાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની વિકસી રહેલી પ્રવાસન સર્કીટના કારણે હવે માલ સામોટ ખાતે નિર્માણ થનારા રૂરલ ઈકો ટુરિઝમના નિર્માણથી SOUની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીં આવશે. જેનાથી સ્થાનિક આદીવાસી યુવાનો અને મહિલાઓ સખીમંડળોને રોજગારી મળી રહેશે. સ્થાનિક બનાવટો અને સ્થાનિક ખાણી પીણીને પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે તેમ તેઓએ જણાવ્યું હતુ.


સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, મનુષ્ય જીવન વૃક્ષને આધારિત છે તેથી વન અને પર્યાવરણની જાળવણી અને સુરક્ષા આપણા સૌની ફરજ છે. કોરોના જેવી મહામારી માલ સામોટ સુધી પહોંચી શકી નથી તે આપણી વન સંપદાઓ અને વૃક્ષોના કારણે શકય બન્યું છે. તેથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એક પેડ માં કે નામ અભિયાનમાં સૌ સહભાગી બની પોતાનાં ઘર, ગામ અને આસપાસના વિસ્તારોમાં પોતાનાં પિતૃઓના નામે વૃક્ષા રોપણ કરવા સૌને અપીલ કરી હતી. 


આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમનશ્રી ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સોમાભાઈ વસાવા, અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, નાયબ વન સંરક્ષકશ્રી નિરજ કુમાર, નાયબ વન સંરક્ષકશ્રી મિતેશભાઈ પટેલ (સામાજિક વનીકરણ), દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ધવલભાઈ સંગાડા, મામલતદારશ્રી એસ. વી. વિરોલા, વન વિભાગના અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધીશ્રીઓ, વન વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada








Comments