નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર અને સાગબારા તાલુકામાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

 

પ્રાકૃતિક કૃષિ- નર્મદા જિલ્લો 

--------

નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર અને સાગબારા તાલુકામાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

-------- 

તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત થકી અપાઈ રહેલી માહિતી

--------

રાજપીપલા, બુધવાર :- એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના ખેડૂતો હવે રસાયણિક ખાતર અને દવાના ઉપયોગને ટાળી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. આ અભિયાનમાં ખેડૂતોને જોડવાનો મુખ્ય ફાળો આત્મા પ્રોજેક્ટ અને બાગયત વિભાગના સહયોગથી ગામે ગામ થઈ રહેલી તાલીમના કારણે રહ્યો છે. 

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના આહવાનથી વર્ષ ૨૦૧૯-૨૦થી સમગ્ર ગુજરાતમાં પાકૃતિક કૃષિનો પ્રારંભ થયો હતો. જેને અનુસરીને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ પણ બનાવી રહ્યા છે. તાલીમ દરમિયાન આવા ફાર્મની અન્ય ખેડૂતોને મુલાકાત કરાવી પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવવામાં આવી રહ્યું છે. 

આ સપ્તાહ દરમિયાન ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા, ગભાણા, સમારિયા, બોરિયા, ખડગદા, તિલકવાડા તાલુકાના કેશરપુરા, ચૂડેશ્વર,  નાંદોદ તાલુકાના પલસી, રાણીપરા, બામણ ફળિયા,  સાગબારા તાલુકાના રાણીપુર અને વ્યાધર ગામે ખાસ તાલીમબધ્ધ થયેલા પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, આ પ્રાકૃતિક કૃષિની તાલીમમાં મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. 

#CollectorNarmada #GujaratInformation #JillaPanchayatNarmada




Comments