DEDIYAPADA: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે પ્રિન્સિપાલ ડો.અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરાઈ

 DEDIYAPADA: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે પ્રિન્સિપાલ ડો.અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરાઈ

કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને શિક્ષકો બનાવી કોલેજની સંપૂર્ણ જવાબદારી સંભાળી 

રાજપીપલા,શુક્રવાર:- સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના પ્રિન્સિપાલ ડો.અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ અંતર્ગત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે "રાષ્ટ્રીય શિક્ષક દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા તમામ બીએ અને બીએસસીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

તા. ૦૫ મી સપ્ટેમ્બરની શિક્ષક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ પણ શિક્ષકની જવાબદારી સમજીને ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર થાય એના માટે કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષક બનાવીને અન્ય વિદ્યાર્થીઓના લેક્ચર લીધા હતા. જેમાં પ્રિન્સિપાલ તરીકે વૈષ્ણવ મોનિકાબેન અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે સુનિલભાઈ પારસીગભાઇ વસાવાએ પોતાની ફરજ બજાવી હતી. અને ૭૯ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેનો ભાગ લિધો હતો. આમ શિક્ષક દિવસની  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉ.રમેશભાઇ વસાવા દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને શિક્ષણ કાર્યનું કાર્યભાર વિદ્યાર્થીઓએ સંભાળ્યો હતો. શિક્ષણ કાર્ય પુર્ણ થયા બાદ શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના અનુભવો રજુ કર્યા હતા આમ શિક્ષક દિવસ ઉજવણીનો સંપૂર્ણ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

0000000

Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada

Comments