નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે

 

નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે 

--------

સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા અભિયાન અને  સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કાની સાથે-સાથે “એક પેડ મા કે નામ” હાથ ધરાશે 

--------

જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ

-------- 

ત્રણે અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્મચારીઓ સરકારની વિવિધ વિભાગની યોજનાકીય સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

-------

જિલ્લાના પાંચે તાલુકામાં સેવ સેતુ કાર્યક્રમ યોજાશે: સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના આઈકોનિક સ્થળો રેલ્વે સ્ટેશન-બસ સ્ટેશન, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થાનો રોડ-રસ્તા તેમજ વોર્ડમાં વ્યાપક સકાઈ ઝુંબેશ લોક-સહયોગથી કરવામાં આવશે: રેલી પ્રભાત ફેરી ચિત્ર સ્પર્ધા યોજાશે 

--------

રાજપીપલા, શુક્રવાર:- સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ૧૭ મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લામાં પણ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવનાર છે જેના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લા કલેકટર શ્રી એસ.કે. મોદીના અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને તેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને સિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી. 

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર શ્રી.એસ.કે. મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તાર આઈકોનિક જગ્યાઓની સાફસફાઈ આવરી લેવામાં આવશે જેમાં જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ શહેર-ગામ બનાવવામાં આવશે. અને સાથેસાથે ૧૦ માં તબક્કાના ‘સેવાસેતુ’ કાર્યક્રમ થકી જિલ્લાના પાંચ તાલુકામાં સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહનવ્યવહાર સહિતના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ નજીકના સેવાસેતુ સ્થળે જ નાગરિકોને કર્મયોગીઓ દ્વારા આપવામાં આવશે. 

જ્યારે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ૧૭ મી સપ્ટેમ્બરના રોજ પ્લાન્ટેશન ડ્રાઈવ નીચેના વિવિધ સ્થળોએ નર્મદા જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લામાં તરોપા હાઇસ્કૃલ નાદોદ, ગોરા એક લવ્ય એસીડેન્સીયલ સ્કૃલ કેવડિયા ગરૂડેશ્વર, કુંડીઆંબા હનુમાન મંદીર, કુડીઆંબા દેડિયાપાડા, અનુમાન ટેકરી, સાગબારા, સોરાપાડા, ફુલસર, સગાઈ, પીપલોદ અને તિલકવાડા ખાતે આ અભિયાન ચલાવવા આવશે. સાથેસાથે આંગણવાડી કેન્દ્ર, શાળા-કોલેજના કેમ્પસમાં, જ્યાં પડતર જગ્યા હશે ત્યાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. 

જિલ્લા કલેક્ટર શ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૪૦ કરોડ વૃક્ષ વાવવા માટે સૌને આહ્વાન કરી રહ્યા છે. ત્યારે આપણે પણ તેમાં સ્વૈચ્છાએ સહભાગી બનીએ. આ ત્રણે અભિયાનને સમગ્ર નાગરિકોનો પણ મહત્વનો ફાળો મળી રહે એવી ખાસ અપીલ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર શ્રી સી. કે. ઉંધાડ, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાર, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, માહિતી વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસાર-પ્રચારમાં સક્રિય ભાગીદારી નોંધાવી જિલ્લાના નાગરિકો સુધી જનસુખાકારીનો સંદેશ પ્રસરાવવાની નેમ વ્યક્ત કરી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. 




Comments