- Get link
- X
- Other Apps
Visit us more sites
- Get link
- X
- Other Apps
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા નર્મદા જિલ્લાની મુલાકાતે.
મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ થકી દેશના ભાવી નાગરિકો-બાળકોની ચિંતા કરીને કુપોષણ મુક્ત બનાવવા માટે એક જન આંદોલન ઉપાડ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ આ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યના ચાર ઝોનમાં આ કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જન-મન સુધી પહોંચાડવામાં આવશે.
આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાંચ ઝુમખા સ્વરૂપે એનિમિયા, વૃધ્ધિ દેખરેખ, પુરક ખોરાક, પોષણ ભી પઢાઇ ભી કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે. સાથો-સાથ દરેક સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રતિષ્ઠિ નાગરિકો સહયોગ કરી સૌનો સાથ સૌના પ્રયાસથી આપણે પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીશુ.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ માં સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ કરીને સ્વતંત્ર દરજ્જો આપીને આખું માળખું ગઠન કરીને માતા, બાળકીઓ, કિશોરીઓ, ભુલકાઓની ચિંતા કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આંગણવાડીમાં ટી.એસ.આર, સંપૂર્ણ આહાર, પોષણ યુક્ત ખોરાક, દૂધ સંજીવની ધાત્રી, સગર્ભા માતાને રાશન કિટ આપીને તંદુરસ્ત બાળક જન્મે તેવી વ્યવસ્થા વિકસાવી છે તેનો સૌ લાભ લે અને ઉપયોગ કરે, આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. હું આંગણવાડી બહેનોને અભિનંદન આપુ છું કે, તેઓ આ મહત્વના કામમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે અને સાથે-સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ દરેક આંગણવાડીમાં પાંચ વૃક્ષો વાવીને ૩ લાખ ૩૨ હજાર વૃક્ષ વાવ્યા છે અને રક્ષાબંધન વખતે દેશના જવાનોને રક્ષા મોકલીને એક રાખડી જવાન કે નામ કાર્યક્રમમાં ૧ લાખ ૩૦૦ જેટલી રાખડી મોકલીને પોતાનો ભાવ વ્યક્ત કરવા બદલ અભિનંદનને પાત્ર છે.
Comments
Post a Comment