Narmada news : જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ

 Narmada news : જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ 

રાજપીપલા, શુક્રવાર : જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં જ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓગસ્ટ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગોના ટ્રાફિક જંક્શન પર CCTV કેમેરા લગાવવા, તિલકવાડા-દેવલીયા અને નસવાડીને જોડતા રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવા, રાજપીપલા શહેરી વિસ્તારમાં માર્ગો રખડતા ઢોર પકડવાની કામગીરી, દેડિયાપાડા તાલુકામાંથી પસાર થતા રસ્તા પર રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરવામાં આવેલા ત્રણ બ્લેક સ્પોટમાં લાંબા તેમજ ટૂંકા ગાળાના પગલાં લેવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ અલગ અલગ ગુન્હા માટે એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ કરાવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી લોકેશ યાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા, એ.આર.ટી.ઓ. શ્રીમતી નિમિષાબેન પંચાલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

Comments