નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર થકી નાગરિકોને પુરતુ અનાજ મળે તેમજ બાયોમેટ્રિક સિસ્ટમથી સો ટકા વિતરણ પર ભાર મૂકતા કલેક્ટરશ્રી એસ.કે.મોદી ------- ફૂડ સેફ્ટીના લાયસન્સની ભરૂચ વર્તળમાં થતી કામગીરી નર્મદામાં થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી નાગરિકોની સુગમતા માટેનો અભિગમ અપનાવતા જિલ્લા કલેક્ટરશ્રી મોદી ------ રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટરશ્રી એક.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલતી વાજબી ભાવની તમામ દુકાનોમાં નાગરિકોને પુરતું અનાજ મળી રહે અને બાયોમેટ્રિક સિસ્ટમથી સો ટકા નિયમિત વિતરણ થાય, અનાજની ગુણવત્તા અંગે સમયાંતરે નિયમિત અને યોગ્ય તપાસ થાય, NFSA કાર્ડનો જિલ્લાનો લક્ષ્યાંક પૂર્ણ કરી નાગરિકોને અનાજ સતત પુરતી માત્રામાં મળતું રહે તેવી કામગીરી, તોલમાપની યોગ્ય તપાસ સાથે તેમાં પણ સમયાંતરે ડ્રાઈવ થાય, જિલ્લામાં આવેલા પેટ્રોલપંપ, ગોડાઉન અને FPSમાં જથ્થાની ગુણવત્તા ચકાસણી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. ઉક્ત બેઠક દરમિયાન જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન પુરવઠા અંગેની નિયમિતતાની કામગીરી અને તપાસણી, જિલ્લા અને તાલુકા મુજબ યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુકક્ષા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી, ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવી રહેલી કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરી જિલ્લામાં વાજબી ભાવના દુકાન સંચાલકો દ્વારા કરેલી દુકાનના સ્થળ ફેર કરવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાએ નાગરિકોને આપવામાં આવતા અનાજ અને તેની વિતરણ વ્યવસ્થા સમગ્ર મહિના દરમિયાન નિરંતર ચાલતી રહે તે માટે અંગે સૂચન કર્યું હતું. જ્યારે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા ફૂડ સેફ્ટીના લાયસન્સ અને કાનુની માપ વિજ્ઞાન કચેરીની ભરૂચ વર્તળમાંથી થતી હોય અરજદારોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય આ બંન્ને કામગીરી નર્મદા જિલ્લામાં સ્થાયી રીતે થાય તે અંગેની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીએ ઉક્ત રજૂઆત અને સમિતિના સભ્યોના સૂચનોને આવકારી તત્કાલ બંને બાબતોની કામગીરી અર્થે જિલ્લામાં અધિકારી/કર્મચારી કાયમી ધોરણે જિલ્લામાં ઉપલબ્ધ રહે અને નાગરિકો/અરજદારોની કામગીરી સરળ અને સુવિધાસભર બને તે માટે તાત્કાલિક અસરથી પ્રાથમિક તબક્કે વૈકલ્પિક વ્યવસ્થા કરી તેને કાયમી ધોરણે સ્થાપિત કરવાની ખાતરી આપી હતી. ઉક્ત બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા તકેદારી સમિતિ (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ની પણ બેઠક યોજાઈ હતી. જેમાં પણ જિલ્લામાં થતી અનાજ વિતરણની વ્યવસ્થાના મોનિટરિંગ, ડુઅર સ્ટેપ ડિલિવરીનું ટ્રેકિંગ, ગામની દુકાનમાં અનાજ પહોંચે ત્યારે ગ્રામ્ય તકેદારી સમિતિની હાજરી ઉતારવામાં આવે તેની કાળજી રાખવી, જિલ્લામાં વિતરણ કરવામાં આવતા અનાજના નમૂના સાથે રાખી તેની ખરાઈ કરવા જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સૂચનો કર્યાં હતા. જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એફ.વસાવા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યોશ્રીઓ, જિલ્લા તકેદારી સમિતિ (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ના સભ્યોશ્રીઓ, સંબંધિત વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ ------- પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર થકી...

Posted by Info Narmada GoG on Friday, August 30, 2024

Comments