રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા કચેરીના વિકાસ કામોની સમીક્ષા કરી

 રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા કચેરીના વિકાસ કામોની સમીક્ષા કરી



પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા વિકાસના પ્રગતિના કામો તથા ટ્રાયબલ યુનિવર્સિટીના કામોની વાઈસ ચાન્સેલર સાથે ચર્ચા કરી

રાજપીપલા, ગુરૂવાર :- રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ તા.૨૯/૦૮/૨૦૨૪ ના ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી,  ઇન્ચાર્જ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાના શ્રી આર. આર. વસાવા અને છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતાં.


સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગની હસ્તકની વિવિધ યોજનાઓ અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની અધિકારી પાસેથી જરૂરી માહિતી મેળવી હતી અને કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે સાથે મંત્રીશ્રીએ રાજપીપળા ખાતે આકાર લઇ રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના બાંધકામ અને વિકાસના કામોની પ્રગતિ અંગે પણ વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. મધુકર પાડવી પાસેથી યુનિવર્સિટીના પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો મેળવીને વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે. કે. જાદવ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના શ્રી વિજયસિંહ વાળા, નાયબ કલેકટરશ્રી પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા અને નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર અને  આદિજાતિ વિભાગની કચેરીના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Comments