નર્મદા જીલ્લો: નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

નર્મદા જીલ્લો: નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.



સેવાસેતુમાં ૪૧ ગામોને આવરી લેવાયા : કુલ ૧૦૨૫ થી વધુ નાગરિકોએ આ કાર્યક્રમમાં હાજરી નોંધાવીને સરકારી સેવાઓનો લાભ માહિતી મેળવી

રાજપીપલા, ગુરુવાર :- નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ખાતે નાંદોદ મામલતદાર શ્રી પદમાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ૧૦ માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૪૧ ગામોના કુલ ૧૦૨૫ થી વધુ નાગરિકોએ આ કાર્યક્રમમાં હાજરી નોંધાવીને સરકારી સેવાઓનો લાભ અને માહિતી મેળવી હતી. ગ્રામજના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ રહે અને કાર્યક્રમના માધ્યમથી સ્થાનિક લોકોની અરજીઓનું સ્થળ પર સકારાત્મક નિરાકરણ થાય તે માટે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. 

સેવા સેતુ કાર્યક્રમમાં મોટા લિમટવાડા ગામના સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મોસમબેન પટેલ, વેટરનરી ઓફિસરશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા. 

#VikasSaptah

#23YearsOfGoodGovernance

Comments