- Get link
- X
- Other Apps
Visit us more sites
- Get link
- X
- Other Apps
રાજપીપલા નગરપાલિકા ખાતે દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

શહેરીજનોને સરકારી સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવા નગરપાલિકા નમ્ર પ્રયાસ
---
સેવાસેતુમાં જન્મ દાખલા લેવા પધારેલા લાભાર્થી શ્રી સુરેશભાઈ સુથારે કામગીરીની પ્રશંસા કરી
----
રાજપીપલા, ગુરુવાર :- રાજ્ય સરકાર દ્વારા ૧૭મી સપ્ટેમ્બરથી હાથ ધરાતી સેવાસેતુ પ્રવૃત્તિઓ અને વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ન્યાયિક, ચોક્કસ અને ઝડપી ઉકેલ આવે અને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ શહેરી પ્રજાને સતત મળતો રહે તે માટે રાજપીપલા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પટાંગણમાં દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
રાજપીપલા નગરપાલિકાકક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં પ્રજાજનોને તત્કાલ સેવાનો લાભ મળે તે માટે તંત્રના કર્મચારીઓએ પ્રત્યેક લાભાર્થીના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સરકારી સેવાઓનો લાભ આપ્યો છે. આજે ૧૦ મી ઓક્ટોબરે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક લાભાર્થી શ્રી સુરેશભાઈ સુથાર તેમના બાળકના જન્મ દાખલા માટે પધાર્યા હતા.
શ્રી સુથારે જણાવ્યું કે, મને સેવાસેતુ કાર્યક્રમની માહિતી મળતા હું અહીં આવ્યો હતો. અહીં વિવિધ વિભાગોના સરકારી સેવાઓનો લાભ પ્રજાને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મે પણ મારા બાળકના જન્મદાખલાની અરજી કરી હતી. કર્મચારીઓ તરફથી પણ ખુબ જ સહયોગ મળ્યો છે. મારા બાળકના જન્મદાખલો મને કાર્યક્રમ સ્થળે મળ્યો છે. જે બદલ હું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તથા સરકારનો આભાર માનું છું.સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, જન્મ-મરણ પ્રમાણ પત્ર, દિવ્યાંગતા પ્રમાણ પત્ર તેમજ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તે માટે નગરપાલિકાએ નમ્ર પ્રયાસ કર્યો છે.
#VikasSaptah
#23YearsOfGoodGovernance
#SevaSetu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment