- Get link
- X
- Other Apps
Visit us more sites
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં “વિકાસ સપ્તાહ” અંગે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ
- Get link
- X
- Other Apps
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં “વિકાસ સપ્તાહ” અંગે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૫મી ઓક્ટોબરના રોજ યોજાનાર પદયાત્રાને પ્રાધાન્ય આપી સુચારુ વ્યવસ્થાપન કરવા કલેકટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીને ખાસ સૂચના આપી
----
તાલુકા કક્ષાએ પણ વિકાસ ગાથા અંગે રેલીનું આયોજન કરવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો
----
રાજપીપલા, ગુરૂવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાણી સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીના અધ્યક્ષતામાં “વિકાસ સપ્તાહ” અંગેની જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે કલેકટરશ્રીની ચેમ્બરમાં રિવ્યુ બેઠક યોજાઈ
તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં શાળાઓ, કોલેજો, આંગણવાડી, આરોગ્ય વિભાગ સહિત સરકારી વિભાગો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે નોંધનીય છે. જેમાં છેવાડાના નાગરિકો સુધી બહોળો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. લોકો પણ તેમાં ઉત્સાહભેર સામેલ થઈ રહ્યા છે. અને "વિકાસ સપ્તાહ"ની ઉજવણી પ્રતિદિન અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે તાલુકા કક્ષાએથી પણ વિકાસ ગાથા અંગે રેલીનું એક આયોજન કરવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના જાહેર જીવનના ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળતાના ભાગરૂપે ૨૩ આઈકોનિક સ્થળો ખાતે પદયાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલાં વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૫મી ઓક્ટોબરના રોજ યોજાનાર સવારે પદયાત્રાને પ્રાધાન્ય આપી સુચારૂ વ્યવસ્થાપન કરવા જણાવ્યુ હતું. અને ઉત્સાહભેર ચૂંટાયેલા પદાધિકારી, અધિકારીઓ જોડાય એ પણ ખુબ જરૂર છે.
કલેક્ટરરશ્રી એસ.કે.મોદીએ પદયાત્રાને પ્રાધાન્ય આપતા જણાવ્યું કે, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શાળાના શિક્ષકો, આઈસીડીએસના આંગણવાડી-આશાવર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, ફેરપ્રાઈઝ શોપ હોલ્ડર્સ, SRP-પોલીસ જવાનો, NCC-હોમગાર્ડના જવાનો, SOU નો સ્ટાફ સહિત જિલ્લા-તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સક્રિય રીતે સહભાગી બને તેવી ખાસ અપિલ કરી હતી. કાર્યક્રમનું સુંદર રીતે આયોજન થાય અને શાનદાન રીતે પાર પડે તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી અને ધવલ સંગાડા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#VikasSaptah
#23YearsOfGoodGovernance
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment